Gujarat

નરોડા જીઆઈડીસીની કંપનીમાં આગ લાગતા કર્મચારીનું મોત

અમદાવાદ
નરોડા જીઆઈડીસી ફેઝ-૨માં આવેલી આલ્ફા મેટલ નામની એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરતો એક કર્મચારી મોહબ્બતસિંહ પરમાર (ઉ.વ વર્ષ ૫૫) જ્યારે ઓઇલના ભાગમાં ગયા ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી. અને તેઓ આ આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કર્મચારી મોહબ્બતસિંહ પરમાર નું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ અને એફઈચએલની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં ફેઝ ૨માં આવેલી એક કંપનીમાં ઓઇલમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું છે. આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારી આખો આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે દાઝી જવાથી મોત થયું હતું. આ મામલે ફાયરબ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

A-fire-broke-out-in-a-company-in-GIDC-Phase-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *