Gujarat

પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ કામધેનુ યુનિવર્સિટીનાં યજમાન પદે આંતર મહાવિદ્યાલય અને આંતર પોલિટેકનીક ખાતે  બેડમિન્ટ અને ટેબલ ટેનીસ સ્પર્ધાનો આરંભ       

તા.૦૬ થી તા.૦૮ ઓક્ટોબર ૨૦૨૨નાં રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢના યજમાન પદે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર હસ્તકની ૧૨ કોલેજો અને ૧૨ પોલિટેકનીક સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે બેડમિન્ટન અને ટેબલ ટેનીસ સ્પર્ધાનો શુભારંભ તા. ૦૬ના  સવારે ઇન્ડોર સ્ટેડીયમ, જૂ.કૃ.યુ., ખાતે મહાનુભાવો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

        આ કાર્યક્રમમાં ડૉ. જી.બી. સબાપરા, આચાર્ય પોલિટેકનીક, જૂનાગઢ દ્વારા સ્વાગત પ્રવચન, ડૉ. બી.એન. પટેલ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, કા.યુ., ગાંધીનગર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવેલ. ડૉ. વી.પી.ચોવટીયા, કુલપતિશ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી ઉદબોધન કર્યુ હતુ.  ડૉ. પી.એચ. ટાંક આચાર્ય અને ડીનશ્રી, વેટરનરી કોલેજ, જૂનાગઢ અને આણંદ અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન  કર્યા હતા. ડૉ. આર.જે. પાડોદરા અને ડૉ. કે.બી. સાવલિયા એસ.આર.સી. ચેરમેન દ્વારા બન્ને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સ્પર્ધાઓમાં વિવિધ કોલેજ તથા પોલીટેકનીકમાંથી આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહ્યા છે. ભાઈઓની સિંગલ/ડબલ બેડમિન્ટ, બહેનોની સિંગલ/ડબલ બેડમિન્ટન, ભાઈઓની સિંગલ ટેબલ ટેનીસ અને બહેનોની સિંગલ ટેબલ ટેનીસ એમ કુલ ચાર સ્પર્ધાઓ યોજવામાં આવી છે. સ્પર્ધાઓને અંતે વિજેતાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *