Gujarat

પાટણમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે વ્યક્તિની લાશ મળી

પાટણ
પાટણના ચંદ્રુમણા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ અજાણ્યા બે વ્યક્તિની લાશ તરતી સ્થાનિકોએ જાેઇ હતી. રાહદારીઓ સહિતના ખેડૂતોની નજરે લાશ પડતાં કેનાલ ઉપર લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. જેની જાણ પોલીસ વિભાગને કરી સ્થાનિક તરવૈયાઓ દ્વારા અજાણ્યા એક વ્યક્તિની લાશને કેના માંથી બહાર કાઢવામા આવી હતી. જ્યારે બીજી વ્યક્તિની લાશ બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશની ઓળખ વિધી માટે કાર્યવાહી હાથ ધરી છે.પાટણ પંથકની નર્મદા કેનાલમાં અવારનવાર આકસ્મિક રીતે અથવા તો જીવનથી કંટાળેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતાં હોય છે. તો કેટલાક કિસ્સામાં પાટણ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ અજાણી લાશો તણાઈને આવતી હોવાનાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે વધુ એકવાર પાટણના ચંદ્રુમણા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ અજાણ્યા બે વ્યક્તિની લાશ મળી આવી છે.

The-bodies-of-two-unidentified-persons-were-found-in-the-main-canal-of-Narmada.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *