Gujarat

પાટણમાં ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શહેરને રોશનીથી શણગારાશે

પાટણ
પાટણ શહેરમાં ૧ મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈ સ્થાપના દિવસ ભવ્યાતિભવ્ય ઉજવાય તે માટે તંત્ર તાડમાર તૈયારીઓમાં લાગ્યું છે. ત્યારે સમગ્ર પાટણ શહેરને રોશનીથી શણગારવાનું આયોજન કરાયું છે. કલેકટર કચેરી અને કાર્યક્રમ સ્થળ યુનિવર્સિટી વહીવટી ભવન ગાંધીસમુતી હોલ, એસ.પી. કચેરી, જિલ્લા અદાલત, નગરપાલિકા,સર્કિટ હાઉસ સહિત યુનિવર્સિટી રોડને પણ લાઇટિંગ કરવામાં આવી છે. તો પાટણ શહેરના હાર્દ સમાન બગવાડા દરવાજાને વહીવટી તંત્ર દ્વારા રોશનીથી ઝગમગાટ કરવામાં આવતા દરમિયાન શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત ગૌરવ દિન નિમિત્તે હાલમાં તમામ સરકારી ઇમારતોને લાઈટીંગ કરાઈ રહી છે. તો શહેરમાં સફાઈ અભ્યાન પણ ચાલી રહ્યું છે.ગુજરાત સ્થાપના દિનની પાટણ શહેરમાં આગામી ૧મેંના રોજ ઉજવણી થવાની છે. જેને લાઇ સરકારી અને ઐતિહાસિક ઈમારોતોને રોશનીથી શણગાર કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *