Gujarat

પાટણમાં રાષ્ટ્રીય ઈએમટી દિવસની ઉજવણી કરવામાં આવી

પાટણ
રાષ્ટ્રીય ઇએમટી દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા કાર્યરત જીવીકે ઇએમઆરઆઈ ૧૦૮ ઇમેર્જનસી સેવા અને ૧૦ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (૧૯૬૨-એમવીડી) દ્વારા ઇએમટી અને પાયલોટ મિત્રોને પ્રોત્સાહન આપવા માટે પાલનપુર ખાતે બેડમિન્ટન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર, ૧૯૬૨ના પ્રોગ્રામ મેનેજર ડો. મયંક પટેલ તથા ૧૦૮ ના પાટણના સુપરવાઈઝર નરેશ પટેલ અને એમવીડીના પ્રોજેક્ટ કોર્ડિંનેટર હાર્દિક બારોટ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ, બનાસકાંઠા અને મહેસાણાની ૧૦૮-ખિલખિલાટ, ૧૯૬૨ એમવીડી અને એમએચયુની ટીમો વચ્ચે બેડમિન્ટન રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લા માંથી ૧૦૮-ખિલખિલાટની ૩ ટીમો અને ૧૯૬૨-એમવીડી ની ૧ ટીમ વિજેતા બની હતી. પાટણની ટીમ વિજેતા બનવાથી કર્મચારીઓમાં આનંદનો માહોલ જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *