Gujarat

પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવશે..

હાર્દિક કાનાબાર પ્રાચી
ગાયત્રી અખંડજાપ, દીપ યજ્ઞ, મહા આરતી સહિતના કાર્યક્રમ યોજાશે.
પ્રાચી તીર્થ…
 સુત્રાપાડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં તા.13/7/22 ને બુધવાર ના રોજ ગાયત્રી પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમાની ભાવ ભેર ઉજવણી કરવામાં આવશે જેમાં કાર્યક્રમમાં સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી ગાયત્રી અખંડ જાપ તથા દીપયજ્ઞ, મહા આરતી, બપોરે ફરાળ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગુરુ પૂર્ણિમાનો પાવન સંદેશ ગુ મતલબ અંધકાર રૂ મતલબ પ્રકાશ જે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે તે સદગુરુ ગુરુ પોતાના તપનો અંશ શિષ્યના આધ્યાત્મિક વિકાસ માટે સમર્પિત કરે ત્યારે શિષ્યની પણ નૈતિક ફરજ બને છે કે ગુરુ માટે સમર્પિત થઈને ગુરુ ના કાર્યો માટે તન મન ધનથી સમર્પિત બનવું પડે તો સાચા અર્થની ગુરુ સેવા થઈ શકે ગુરુવહી હોતા હૈ પલ પલ મેં જ્ઞાન દેતા હૈ બિછડે હુએ કો રાહ દેખાતા હૈ ખુદ તો તરતા હે દુસરે કો તાર દેતા હૈ વહી સદગુરુ આ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે ગુરુના શ્રી શરણ માં શત શત વંદન.
આ કાર્યક્રમમાં લાભ લેવા ગાયત્રી પરિવાર વરિષ્ઠ કાર્યકર્તા અને શ્રીસદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ નિદાન કેમ્પના આયોજક અને પત્રકાર જાદવભાઈ ચુડાસમા દ્વારા ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા આત્મીય હૃદયના ભાવથી ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *