Gujarat

પ્રાચી તીર્થ ખાતે શ્રી કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ નું ભવ્ય આયોજન….  ફોર્મ ભરવાની તારીખ 5/4/22 થી 1/5/22 સુધી..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ…
પ્રાચી તીર્થ… પ્રાચી તીર્થ ખાતે  કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ  કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે  માધવરાયજી ભગવાન ના સાનિધ્યમાં યોજનાર ૧૩મો સમૂહ લગ્ન ઉત્સવ ના આયોજન માટે સમૂહ લગ્ન સમિતિ ની બેઠક મળી જેમાં સવંત 2078 ના વૈશાખ વદ ૧૦ ને બુધવાર તારીખ 25/5/2022 ના રોજ પ્રાચી તીર્થ મુકામે કરવામાં આવેલ છે. જેમાં શ્રી કોળી સમાજના કોઈપણ જ્ઞાતિ બંધુઓ એ આ સમૂહ લગ્ન માં જોડાવાની ઇચ્છા હોય તેઓએ પોતાના ડોક્યુમેન્ટમાં જન્મતારીખનો દાખલા ની ઝેરોક્ષ પાંચ, આધાર કાર્ડ ની ઝેરોક્ષ પાંચ, ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ પાંચ, કુપનની ઝેરોક્ષ પાંચ, આવકનું પ્રમાણપત્ર પિતા તથા માતાનું, બેંક પાસબુક ની ઝેરોક્ષ, 200 રૂપિયા એગ્રીમેન્ટ સ્ટેમ્પ બે અથવા  100 સ્ટેમ્પ બે, માતા-પિતા ના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડ ઝેરોક્ષ બે -બે નકલ, પાસપોર્ટ ફોટા બે, બક્ષીપંચ ના દાખલો વર તથા કન્યા એટલી વસ્તુ સાથે લાવવાની રહેશે. જે સમૂહ લગ્ન નોંધવાની શરૂઆત તારીખ 5/4/22 થી 1/5/22 સુધી નોંધણી  કરવામાં આવશે. જે નોંધણી કરવા માટે  કોળી સમાજ ભવન પ્રાચી જયસુખ ભાઈ રાઠોડ મો 9825808323 તથા ખિમભાઈ વાજા સહયોગ એગ્રો પ્રાચી મો 9913107973 તથા શૈલેષભાઈ વાળા પત્રકાર ગાયત્રી સ્ટીલ પ્રાચી મો 9586820516 તથા પોલાભાઈ રાઠોડ ભવાની પ્રોવિઝન પ્રાચી મો 8160294352 દ્વારા ફોર્મ સ્વીકારાશે તથા સમૂહ લગ્ન માટે આગામી સમયમાં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજ માં સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, તથા સમૂહ લગ્નમાં વધુમાં વધુ સમાજના દિકરા દિકરીઓને જોડાય તે માટે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે તેમજ વ્યક્તિગત લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને આ પૈસા શિક્ષણ અને પરિવાર ના વિકાસ માં વાપરવા તેમજ સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરવી, વ્યસન મુક્ત સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવશે તેમ સમૂહ લગ્ન સમિતિ અખબારી યાદીમાં જણાવેલ છે.

IMG-20220403-WA0430.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *