Gujarat

ફોર વ્હીલ ગાડી કંપનીમાં ભાડા કરાર ઉપર રાખી ઠગાઈ કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને  એમ વી જાડેજા, I/C પોલીસ સબ ઈન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ માણસોને હક્કીત મળેલ કે અંક્લેશ્વર શહેર પોલીસ સ્ટેશન & પાર્ટ ગુ.ર.નં ૨૦૦/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી છોટાઉદેપુર ટાઉન, ઓલ્ડ પેલેસ કંપાઉન્ડ, બેન્ક ઓફ બરોડાની પાછળ તેની સાસરીમાં અશોકભાઇ વિઠ્ઠલદાસ શાહના ઝડપી પાડી સદરી ઈસમને CRPC 41(1)1 મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220914_160947.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *