Gujarat

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા હવે ૨૪ એપ્રિલે યોજાશે

ગાંધીનગર
શૈક્ષણિક લાયકાત અને પછી પેપર લીક કૌભાંડને કારણે વિવાદમાં આવેલી બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આખરે ૨૪ એપ્રિલના રોજ યોજવાની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન અને જીએડીના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કરી છે. ૧૦.૪૫ લાખ ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે પરંતુ કોઇને કોઇ કારણોસર આ પરીક્ષા ટલ્લે ચઢતી રહી છે. બિન સચિવાલય ક્લાર્કની ૩૯૦૦ જગ્યાની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત બહાર પાડ્યા બાદ આ ભરતી વિવાદોમાં સપડાઈ હતી અને ત્રણ વખત મોકૂફ રખાયા બાદ આખરે ગૌણ સેવા પસંદગી મંડળે નવી તારીખો જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *