સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
તા. ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ જ્યારે લોકો ગુરૂપૂર્ણિમાનો લ્હાવો લઈને ગુરૂપૂજનમાં વ્યસ્ત હતાં તેવા સમયે લીલીયા તાલુકામાં તેમજ સમગ્ર અમરેલી જીલ્લામાં મુશળધાર વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા તેમજ રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યા જેના કારણે મહુવા-સુરત-ટ્રેઈન ચાર કલાકે મોડી પડેલ જેમાં બાળકો,વૃધ્ધો,દર્દીઓ, તેમજ તમામ પેસેન્જરો પાંચ કલાકથી સ્ટેશન પર હેરાન થતા હતા તેમજ ધીમી ધારે વરસાદ પણ શરુ હતો, જેમની જાણ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતને થતા તેઓ રેલ્વે સ્ટેશન પર દોડી આવ્યા હતા, તેમજ લીલીયા મોટાના કોંગ્રેસ અગ્રણીઓ તાલુકા પ્રમુખ બહાદુરભાઇ બેર, સરપંચ શ્રી જીવનભાઈ વોરા, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી મહામંત્રી રમેશભાઈ પરમાર ગ્રામપંચાયતના સભ્યશ્રી શબ્બીરભાઈ દલ, અબ્દ્દુલભાઈ શીરમાન, રાકેશભાઈ કાતરીયા તમામ કોંગ્રેસ પરિવાર તેમજ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાતે મુસાફરોની મુશ્કેલ સમયની હાલચાલ પૂછી તેમજ અંદાજીત ૧૦૦ જેટલા મુસાફરો માટે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ ત્યારબાદ શીવલોજ વાળા દીપકભાઈ પંડયા અને મયુરભાઈ પંડ્યા દ્વારા મુસાફરોને લાડુ અને શાકની વ્યવસ્થા કરીને તમામ મુસાફરોને આપવામાં આવ્યા હતા, બીમાર દર્દીને જીવનભાઈ વોરા દ્વારા સરપંચશ્રીના ઘરે રહેવા માટેની વ્ય્વાસ્થા કરી આપેલ હતી,મુસાફરો દ્વારા આ કામગીરીને બિરદાવી હતી અને કપરા સમયે જે લોક લાગણી અને સંવેદના સમજી સેવાર્થે ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત અને તેમની ટીમ કામગીરી કરેલ તેમનો મુસાફરો દ્વારા આભાર વ્યક્ત કરેલ તેમ જીલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી નીતીંભાઈ ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવ્યું છે

