બોડેલી મામલતદાર કચેરી ના કર્મચારીઓ એ વડોદરા પ્રાંત અધિકારીની સુચના ને લઇ બોડેલી ઢોક્લીયામાં આવેલા સુરભી કેમ્પ્લેકસમાં આવેલી બે દુકાનો ને સિલ મારવામાં આવતા આજુબાજુના લોકો આશ્ચર્યમાં મુકાયા હતા શ્રી હલધન રિયલ્ટી ઇન્ડિયા લિમિટેડ કંપની ઉભી કરી કરોડોનું કૌભાંડ આચારી મિલક્ત વસાવી લેનાર સોની પરિવાર ને જેલ હવાલે કરી સરકાર દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વસાવેલી મિલક્તો ઉપર સરાર દ્વારા સીલ મારવામાં આવી રહી છે
બોડેલી ખાતે આવેલા હાલ વડોદરામાં સ્થાપી થયેલા સૌની પરિવાર જીતેન્દ્રકુમાર સોની અને હીનાબેન જીતેન્દ્ર કુમાર ની સુરભી શૅમ્પલેક્ષ ખાતે આવેલી દુકાનો ને બોડેલી મામલતદાર અને વડોદરા પ્રાંત અધિકારી સુચનાથી સીલ કરવામાં આવી હતી
સોની પરિવાર એ બહુ મોટું કોભાડ આચરી વિવિધ સ્થળોએ મિલકત વસાવી હતી કોભાડ ની રકમ રિકવર કરવા માટે સરકાર દ્વારા દુકાનોને સીલ મારવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


