Gujarat

બોડેલીની જોજવા પ્રાથમિક શાળામાં શિક્ષક સમયસર ના આવતા બાળકો શિક્ષણથી વંચિત

બોડેલી તાલુકાના જોજવા પ્રાથમિક શાળામાં શિક્ષક સમયસર ન આવતા હોવાની વિગત સપાટી પર આવી છે જોજવા પ્રાથમિક શાળાના શિક્ષક શાળામાં લગભગ ૯:૨૦ સુધી ન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત શાળા ખાતે શિક્ષક સમયસર ન પોહચતા વાલીઓમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જોજવા ગામે ધો, ૧ થી ૫ ની પ્રાથમિક શાળા આવેલી છે જ્યારે શાળામાં ૨૬ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે શાળામાં બે શિક્ષક ફરજ બજાવે છે શિક્ષક સમયસર ન આવતા વિદ્યાર્થીઓમાં ગુમસુમ બેઠા હોય શાળાના વિદ્યાર્થીઓ ની શિક્ષક કઈ પડી ન હોઈ તેમ લાગી રહ્યું છે રાબેતા સમય મુજબ શિક્ષકને હાજર થઈ જવું જોઈએ તેના બદલે તેઓ લગભગ ૯:૨૦ ના સમયે શાળા પર પોહચ્યા હતા આ ઉપરાંત શાળા ખાતે શિક્ષક સમયસર ન પોહચતા વાલીઓમાં પણ ભારે રોષ
ભભૂકી ઉઠ્યો છે જ્યારે વિવિધ સીઆરસી મોનીટરીંગ કરતા હોય છે પરંતુ આનું સીઆરસી કઈ રીતે મોનીટરીંગ કરી રહ્યા છે તેના પણ હવે સવાલ ઉભા હતા. ભારત દેશનું ભાવિશાળાના વર્ગખડમાં ધડાતું હોઈ છે એમે વાત કરી રહ્યા છે. વિધાર્થીઓની, પરંતુ અહીંયા સ્થિતિ કઈ અલગ છે સરકાર તો વિધાર્થીઓ ની ચિંતા કરે છે પરંતુ જ્યારે આવા મનમાની કરતા શિક્ષકો ના હાથમાં ગરીબ બાળકોના શિક્ષણ ની જવાબદારી આવી જાય તો ? ભણસે ગુજરાતએ સરકાર નું સ્લોગન કેમ કરી ને સાર્થક નીવડશે, છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સ્તરને
સતત નીચુ જોવાઈ રહ્યું છે જેમાં પાયાના શિક્ષણ નો અભાવ અને જેમાં ખાસ શિક્ષકોની ગેરહાજરી અથવા સમયસરની કામગીરી મુખ્ય કારણ હોવાનું લાગી રહ્યું છે. આ સમગ્ર બાબતે શિક્ષકને પૂછતાં તેઓએ પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે મારે લેટ આવાનાનું કારણ એક જ છે મારો કૌટુંબિક પ્રશ્ન હતો અને ગાડીની અંદર પંચર જેવુ લાગતું હતું એટલે થોડું લેટ થયું છે મે એક રહીશ ને જાણ કરી હતી મારે થોડું મોડું થશે તમે જરા સ્કૂલ ખોલી જ્યાં ધ્યાન દોરજો હું આવું છું આ ખરેખર મારી ભૂલ જ કહેવાય આવું મારે ખરેખર મારી ભૂલ કહેવાય તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

919879178622_status_9491cb5fcf36450b89f6a3378592f6f4_1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *