Gujarat

બોડેલી અલી ખેરવાથી બોડેલી સેવાસદન ને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભુવો પડ્યો વાહન ચાલકોને હાલાકી        

બોડેલી સેવાસદન થી અલી ખેરવા જોડતો રોડ ઉપર  વરસાદને લઈને ભુવો પડતા  રોડના નીચેના ભૂંગળા પણ તૂટી ગયા છે જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બે દિવસથી બોડેલીમાં વરસાદ ચાલુ છે જેને લઈને રોડ રસ્તા ધોવાયા હોય એવા અનેક બનાવો બન્યા છે ત્યારે બોડેલી સેવાસદન પાછળ થી પસાર થતો રોડ જે અલી ખેરવા ને જોડતો રોડ છે ત્યારે બોડેલી સેવાસદન પાછળ રોડ નીચે દબાવવામાં આવેલ પાઇપો તૂટી ગઈ છે અને મોટો ભુવો પડેલો જોવા મળી રહ્યો છે ત્યારે સેવાસદન કે ડભોઈ વડોદરા જતા વાહન ચાલકો ને બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે આ રોડને બનાવવામાં આવે જેથી કરીને ગ્રામજનો ને બે કિમી ફરી ને જવુ ના પડે લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે ખૂબ જરૂરી બોડેલી અલી ખેરવાથી  બોડેલી સેવાસદન ને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભુવો પડ્યો વાહન ચાલકોને હાલાકી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220818-WA0090.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *