બોડેલી થી પાવીજેતપુર સુધી બિસ્માર હાલતમાં મુકાઇ ગયેલો 56 નંબર હાઇવે થી મોંઘા ઈધણ નો વધું વપરાશ થતો હોવાથી ભારે મુશ્કેલીમાં મુકાયા વાહન ચાલકો.
“ઇમરજન્સી સેવાઓને પણ પડતી હાલાકી સમયસર દર્દી ઓ હોસ્પિટલમાં ન પહોંચતા હોવાનું દર્દીઓના સગા નો પણ આક્રોસ”
56 નંબર હાઇવે ની કથળતી હાલત તંત્ર પણ કોઈનું સાંભળતું નથી લોકો રોષે ભરાયા
“દોઢ મહિના અગાઉ તંત્ર દ્વારા 56 નંબર હાઇવે પર પેચ વર્ક નુ કામ કરવામાં આવ્યું હતું ત્યાં જિલ્લાના કલેકટર સ્તુતિ ચારણ અચાનક મુલાકાત લીધી હતી વિભાગના અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી હતી કે સારી કામ ગીરી કરવામા આવે પરંતુ સ્થિતિ જૈસે થે”
બોડેલી થી પાવીજેતપુર થઈ ને છોટાઉદેપુર પાડોશી રાજ્ય મધ્યપ્રદેશને જોડતો મહત્વનો ગણાતો અને ભારે ટ્રાફિક રહેતો એવો આ 56 નંબર હાઇવે પસાર થાય છે. તે ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં મુકાઇ ગયો છે એને લઈને વાહનચાલકો ઘણા પરેશાન થઈ રહ્યા છે.આ 56 નંબર હાઇવે ને લઈને અલગ-અલગ પ્રેસ મીડિયાના મિત્રો એ તંત્રના કાને અવાજ સંભળાય એ માટે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ અહીં તો કુંભ કરણ ની નિંદ્રામાં સૂતાં અધિકારીઓ ની કાને વાત ન જતા આખરે પ્રજાને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે
હાઈવે પર મસમોટા ખડા હોવાથી વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જબુગામ રેફરલ હોસ્પિટલ પાસે દેવગઢ બારીયા તાલુકાના વણકર સમાજ મીની બસ લઈ ધાર્મિક સ્થળ જઈ રહ્યા હતા ત્યારે પરિવારને અકસ્માત નડયો હતો પરંતુ સદ્નનસીબે કોઈ જાનહાની ન થતા પરિવારના સભ્યો રાહતનો શ્વાસ લીધો હતો.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ વારંવાર આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ખખડધજ રસ્તો કોઈને નજરમાં ન આવતો હોવાનું લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. બોડેલી થી પાવીજેતપુર સુધી બિસ્માર બનેલો 56 નંબર હાઇવે બનાવવામાં કોઈને રસ કેમ નથી લોકોનો જન આક્રોશ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોમાં રોસ જોવા મળી રહ્યો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


