Gujarat

બોડેલી માં ભારે વરસાદ થી અસરગ્રસ્તો માટે રેતી લીઝ ધારકો દ્વારા જમાડવાનું આયોજન કરાયું 

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી નગર માં ગત રવિવાર ના રોજ 21 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઉપર ભારે અસર થવા પામી હતી જેને લઈને નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાઈ હતી તેમજ ઘર પરીવારો નો સામાન ઘર વખરી તેમજ અનાજ પણ તણાઈ જતાં  બોડેલી ના સેવાભાવી બોડેલી ના રેતી લીઝ ધારકો દ્વારા આ અસર ગ્રસ્ત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 600 થી વધુ વ્યક્તિઓ નું જમણવાર કરીને તેમણે જમાડવામાં આવ્યા હતા જેમાં બોડેલી ના દીવાન ફળીયા, વર્ધમાન નગર, રઝાનગર ના રહીશો સૌથી વધારે અસર ગ્રસ્ત થવા પામ્યા હતા જેને લઈને ઢોકલીયાના લીઝ ધારક ગોવિંદભાઇ , જગદીશભાઈ  ઢોકલીયા સરપંચ મહેશભાઈ બારીયા, વિજયભાઈ સહીત આગેવાનો દ્વારા ઉમદા સેવા કાર્ય કરવામાં આવતા અસર ગ્રસ્ત ઓ માં રાહત અનુભવાઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220716-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *