Gujarat

ભરૂચમાં રોટલી ક્લબ દ્વારા હેલ્થી સ્પર્ધાનું આયોજન કરાયું

ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનો ન્યૂટ્રીશન મંથ તરીકે ઉજવાતો હોઈ જિલ્લાની તમામ આંગણવાડીના બાળકો માટે હેલ્થી ચાઈલ્ડ કોમ્પિટીશન યોજવામાં આવી હતી. જેમાં રોટરી ક્લબ ઓફ ભરુચ સહભાગી બન્યું હતું.
આજરોજ રોટરી ક્લબ ઓફ ભરુચ દ્વારા હેલ્થી ચાઈલ્ડ કોમ્પિટીશનમાં 180 જેટલા વિજેતા બાળકો માટે ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન એમ.આઈ. પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાળકોને પોષણસભર આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત સરકારના ઉપદંડક અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ , રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા , સેક્રેટરી ઉક્ષિત પરીખ, CDPO રીટા બેન, રીધીમાબેન, પ્રોજેક્ટ ચેરમેન રોટેરીયન અમી શાહ સહિત ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાકાર્યક્રમ નું સંચાલન રોટેરીયન ગુંજન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

IMG-20220928-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *