બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં પૂરમાં અસરગ્રસ્તોને મદદ મળે જેને લઇને ભારતીય જનતા પાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે બોડેલીના અલીપુરા ખાતે ભાજપના યુવા કાર્યકરોએ અસરગ્રસ્તો ને ઘરે ઘરે જઈને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ
તારીખ 10 ના રોજ બોડેલીમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને લઇને અનેક નીચાણવાળા જગ્યા ઉપર પાણી ભરાયા હતા અને લોકો ઘરવિહોણા થયા હતા જેને લઈને ભાજપના કાર્યકરો દ્વારા બોડેલી અલીપુરા અને અનેક વિસ્તારોમાં સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રાકેશભાઈ ચાવડા ચિંતનભાઈ લાલા સાથે બીજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અસરગ્રસ્તો ના ઘરે ઘરે જઈને સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

