ગિરગઢડા તા 5
ભરત ગંગદેવ.
મટાણા પ્રાથમિક શાળા એ સુત્રાપાડા તાલુકાની એક સ્માર્ટ અને અગ્રેસર શાળા છે. ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા અંડર ૧૪ નાં વિધાર્થીઓ માટે જીલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વકૃત્વ સ્પર્ધામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી મટાણા પ્રાથમિક શાળા, તાલુકો સુત્રાપાડા ની વિધાર્થીની ઝાલા ભવ્યાંગી અરસીભાઈ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પોતાનું સ્થાન પાક્કું કરીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું હતું.આ તકે જીલ્લા શિક્ષણાધિકારી વાજાં સાહેબ, શાળા નાં આચાર્ય રમેશભાઈ ખેર અને સ્ટાફ એ અભિનંદન પાઠવ્યા હતા. આ શાળા નાં વિધાર્થીઓ છેલ્લા ૭/૮ વર્ષમાં અનેકવાર જીલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવ્યા છે


