નિસાર શેખ,મહુધા
મહુધા શહેર ઈદ-ઉલ-ફિત્ર નો તહેવાર શાંતિપૂર્ણ મનાવવામાં આવ્યો હતો જેમાં એકબીજાને ગળે લાગીને ઈદ તહેવાર ની મુબારકબાદી પાઠવી હતી જેમાં મહુધા નગરપાલિકા સભ્ય સાકીર ભાઈ મન્સુરી , સામાજિક કાર્યકર નાસીર હુસેન મલેક દ્વારા મુસ્લિમ બિરાદરો ને ઈદ-ઉલ-ફિત્ર નાં તહેવાર ની મુબારકબાદી પાઠવી હતી તથા મહુધા હઝરત પીર તાલીબશા દરગાહ નું સંદલ શરીફ નિમિત્તે શ્રદ્ધાળુઓ માટે નિયાઝ નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં હઝરત પીર તાલીબશા દરગાહ ખાતે અલ્તાફ ખાન પઠાણ , સલીમ ભાઈ સોની દ્વારા સમગ્ર નિયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોઈન ખાન પઠાણ,હિદાયત ખાન પઠાણ,રિઝવાન ખાન પઠાણ તેમજ પઠાણ વાળા નાં નવ યુવાનો દ્વારા નિયાઝ જમાડવા માટે સાથ સહકાર આપીને ઉપસ્થિત રહ્યાં હતાં


