નિસાર શેખ.મહુધા
મહુધા તાલુકાના મહિસા ગામે શકિત કેન્દ્ર – ટિફિન બેઠક યોજાઈ હતી જેમાં મહુધા તાલુકાના ભાજપ સંગઠનના હોદ્દેદારો તેમજ ખેડા જિલ્લા ભાજપ નાં હોદ્દેદારો દ્વારા ભારતીય જનતા પાર્ટી ને વધુ માં વધુ મજબુત કરી ને સાથે સાથે સંગઠન ને મજબુત કરવા ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ ટિફિન બેઠકમાં ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા,જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા,તાલુકા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, મહુધા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મુકેશ ભાઈ સોઢા,મહુધા તાલુકા મહામંત્રી રણજીત ભાઈ સોઢા,મહુધા તાલુકા ભાજપ ઉપ પ્રમુખ અલ્પેશ ભાઈ વાધેલા, મહુધા શહેર પ્રભારી સંજયભાઈ પટેલ વિક્રમ રાઓલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં


