નિસાર શેખ.મહુધા
મહુધા તાલુકાના હેરંજ તાબે વડવાળી મુવાડીમાં નવીન દુધની ડેરીનું લોકાર્પણ અને પાણીની પાઈપ લાઈન તેમજ ગટરલાઈન સહિતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ વિપુલભાઈ ભાઈ પટેલ, ઠાસરા એપીએમસી ચેરમેન યોગેશસિહ પરમાર, ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, પ્રભારી રાજનભાઈ દેસાઈ મહુધા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ, ખેડા જિલ્લા કારોબારી ચેરમેન જયંતિ ભાઈ સોઢા, મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિગભાઈ પરમાર, ભારતસિંહ પરમાર, ધીરજસિહ, દિપકભાઈ મિસ્ત્રી તથા મહુધા ભાજપ સંગઠનના કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


