મહેસાણા
મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતી નજરે પડી રહી છે. આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જાેવા મળી રહી છે. જાેકે આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.મહેસાણાના એક ગામમાં એક પ્રસંગ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હતો. આ પ્રસંગમાં એક વ્યક્તિએ જાેશમાં આવીને પ્લાસ્ટિકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં રૂપિયાનો વરસાદ જાેઈને તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા.


