Gujarat

મહેસાણાના ફરી તસ્કરોનો ત્રાસ વધ્યો, સોસાયટીમાં પાર્ક કરેલું પીકઅપ ડાલુ ઉઠાવી ગયા

મહેસાણા
મહેસાણા શહેરમાં ફરી એક વાર તસ્કરોનો ત્રાસ વધ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં શોભાસણ રોડ પર આવેલી સોસાયટીમાં પાર્ક કરેલા પીકઅપ ડાલાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ દરમિયાન અજાણ્યા ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરી પીકઅપ ડાલાની ચોરી કરી રફુચક્કર થયા હતા. ફરિયાદી ગાડી લેવા જતા ગાડી નજરે ન પડતા આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી, પરંતુ ગાડી ક્યાંકન મળતા આખરે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પીકઅપ ડાલના ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણા શહેરમાં શોભાસણ રોડ પર આવેલી ચીસ્તીયા સોસાયટીમાં રહેતા ઇમરાન શાહ જેઓ પીકઅપ ડાલું ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ બહાર ગામ પોતાની પીકઅપ ડાલામા કેરી ખાલી કરી પોતાના સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં પાર્ક કરી હતી અને પોતાના ઘરે જઇ સુઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *