Gujarat

મહેસાણાના લીંચ ગામે કરિયાણાની દુકારમાંથી ૭૩ હજારની ચોરી

મહેસાણા
મહેસાણાના લીંચ ગામે બોરીયાવીના રોડ પર ખેતરોમાં રહેતા રોહિત કુમાર અમરસિંહ ઠાકોરે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં દશ દિવસ પહેલા હનુમાનજી મંદિર પાછળ આવેલી બાપા સીતારામ જનરલ સ્ટોર્સ નામની કરિયાણાની હોલસેલ દુકાનનું શટર તોડી તસ્કરો ૬૫ હજારથી વધુનો માલસામાન અને ૮૦૦૦ રોકડા ચોરી ગયા હતા. તસ્કરો મગદાળ ૬૫ કિલો, તુવેરદાર ૭૦ કિલો, ચણાદાર,૭૫ કિલો અરદ દાળ ૮૦ કિલો મસૂરદાર ૭૦ કિલો, મગમોગર દાળ ૬૦ કિલો સહિત અનેક વસ્તુઓ તસ્કરો ચોરી ગયા હતા. તસ્કરો કોઈ વાહનમાં ચોરી કરવા આવ્યા હોવાની શંકાના આધારે પોલીસ તપાસ શરૂ કરી છે.મહેસાણા તાલુકાના લીંચ ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા, ૭૩ હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કરમહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરો શિયાળાની સિઝનનો ફાયદો ઉઠાવી ગામડાઓમાં અને શહેરી વિસ્તારોમાં બેફામ પણે ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે મહેસાણા તાલુકાના લીંચ ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો ૭૩ હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઇ જતા ફરિયાદ નોંધાઇ છે.

Smugglers-strike-grocery-store.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *