Gujarat

મહેસાણામાં ફરી ગરમીએ માથું ઉચક્યું પારો ૪૧ ડિગ્રીને પાર થયો

મહેસાણા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટાને કારણે ગરમીમાં આંશિત રાહત જાેવા મળી હતી પરંતુ મહેસાણા જિલ્લામાં બે દિવસ બાદ હવામાનમાં પલટો આવ્યા બાદમાં ગરમીએ ફરી પોતાનું સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં મહત્તમ તાપમાન ૪૧.૨૪ ડિગ્રી આવી ગયું છે જેને લઇ મહેસાણાવાસીઓ ગરમીથી અકળાયા હતા.આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો નોંધાવાની સંભાવના સેવાઇ રહી છે. જિલ્લામાં શુક્રવારે બે દિવસની રાહત બાદ તાપમાન ઊંચું આવ્યું હતું. જિલ્લાના વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, કડી, વિજાપુર, સહિતના વિસ્તારોમાં ગરમીએ બપોરના સુમારે આકરો તાપ વરસાવ્યો હતો. આકરી ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા હતા. ૪૧ડિગ્રી મહત્તમ તાપમાન જિલ્લાના શુક્રવારે નોંધાયું હતું ૪૧ ડિગ્રી તાપમાનને પગલે સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી બપોરે બજારો સુમસામ જાેવા મળી હતી. આગામી સપ્તાહમાં નોંધનાર સંભવિત મહત્તમ તાપમાનમાં શનિવારે ૪૧.૨૪, રવિવારે ૪૨.૨૪, સોમવાર ૪૨.૨૪, મંગળવારે ૪૩.૨૪, બુધવારે ૪૪.૨૮ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.

The-temperature-mercury-again-crossed-41-degrees.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *