Gujarat

 માંગરોળમાં નવા બસ સ્ટેશન વિસ્તારમાં સમી સાંજે અગાઉના મનદુઃખમાં તિક્ષણ હથીયારોના ઘા ઝીંકી દેવીપુજક યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધા છે.       

બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ :- શહેરના નવા બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં રહેતો એક યુવક થોડા સમય પહેલા યુવતીને ભગાડી ગયો હતો અને લગ્ન કરી લીધા હતા. આ અંગે સમાધાનની વાતો વચ્ચે સાંજે સાતેક વાગ્યાના સુમારે માથાકુટ સર્જાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જેમાં યુવતીના ભાઈ સાગર દેવશી પરમારને તિક્ષણ હથીયારના ઘા મારતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવને પગલે ડીવાયએસપી કોડીયાતર સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. યુવકની હત્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. પરંતુ પોલીસે નાકાબંધી કરી કેશોદથી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી પાઈપ, સળીયો સહિતની વસ્તુઓ કબ્જે કરી છે. હાલ પોલીસે બનાવની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.

20221011_093352.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *