(જીગ્નેશ પટેલ દ્વારા)
કળિયુગમાં સત્યના – સેવાના દર્શન અસંભવિત છે સેવા કરવી કઠિન કાર્ય બની રહ્યું છે. ઝડપી યુગમાં માણસની પાસે સમયસર જમવાનો પણ સમય મળતો નથી તેવા વખતે સેવાનો ભેખ કેમ ધરવો ? અને જેમને સેવાને જ જીવન બનાવ્યું છે તેવી વ્યક્તિ સમક્ષ સમય પણ પોતાની દોડમાંથી થંભી જાય છે.
કળિકાળમા સેવા -સમર્પણ – ત્યાગ અને માનવતાનો હાસ થયો છે ત્યારે માણાવદરના વતની અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ટીકર શાખામાં ફરજ બજાવતા લોહાણા યુવાન દીપકભાઈ કાનાબાર જલારામ બાપાના પગલે ચાલી જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો સૂત્રને સાર્થક કરી મૂંગા અબોલ પ્રાણીઓને ગલીએ ગલીએ ગોતીને તેમને રોટલા ખવડાવી રહ્યા છે.
હાથમાં લાકડી અને ખંભે રોટલા ભરેલા થેલા સાથે આ નોકરીયાત યુવાન રાજકોટના કરુણા ફાઉન્ડેશનના સહયોગથી તેમજ તેમના મિત્ર વર્તુળ ના સહયોગથી દરરોજ કૂતરાઓને રોટલા ખવડાવવાનું અભિયાન 15 વર્ષથી જારી કર્યું છે કળિયુગમાં સત્યના દર્શન કરાવ્યા છે.
યુવાન દીપકભાઈ કાનાબાર ને આવતા જોઈને કૂતરાઓ તેમના શરીરે બે પગે ઊભા થઈ ચોંટી વાલ વરસાવી રહ્યા છે કાનુડો બંસરી વગાડે ને જેમ ગાયો દોડી આવે તેમ દીપકભાઈ ને જોઈને ગાયો દોડી આવે છે.
દીપકભાઈ કહે છે કે મારું આ કાર્ય મને ભગવાન કરાવે છે અને મને તેમાં આનંદ આવે છે હુ મારા પગારના પૈસા આ મૂંગા પ્રાણીઓના આતરડી ઠારવા વાપરું છું અને એ ભગવાનની મરજીથી જ થાય છે હું તો નિમિત છું.
આજે જ્યારે ગાયપાલકો દૂધ દોહી લીધા પછી પોતાની ગાયોને રસ્તા પર મૂકીને ભૂખી રાખે છે ત્યારે દીપકભાઈ આવી ગાયોનું પેટ ભરવા અભિયાન ચલાવી રહ્યા છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


