(સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ)
“બ્રહ્મજ્ઞાનને જીવનનો આધાર બનાવીને નિરાકાર પરમાત્મા સાથે જોડાઈ રહેવું અને મનમાં દરેક સમયે સ્મરણ કરતા સેવાભાવને અપનાવીને જીવવું જ વાસ્તવિક ભક્તિ છે.પુરાતન સંતો તેમજ ભક્તોનું જીવન પણ બ્રહ્મજ્ઞાનથી જોડાઈને સાર્થક થયું હતું.” આ ઉદગાર નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે ‘મુક્તિ પર્વ‘ સમાગમના અવસર પર લાખોની સંખ્યામાં એકત્રીત વિશાળ જનસમૂહને સંબોધિત કરતા વ્યક્ત કર્યું.
સદગુરુ માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે “બ્રહ્મજ્ઞાનને જાણવું જ મુક્તિ નથી પરંતુ તેને દરેક સમયે જીવવું જ વાસ્તવિક મુક્તિ છે.” આ અવસ્થા નિરાકાર પરમાત્માને મનમાં વસાવીને તેમના રંગમાં રંગાઈને જ સંભવ છે કારણ કે બ્રહ્મજ્ઞાનની દ્રષ્ટિથી જીવનની દશા તેમજ દિશા એક સમાન બની જાય છે.
જીવનમાં આત્મિક સ્વતંત્રતાના મહત્વને સદગુરૂ માતાજીએ ઉદાહરણ સહિત જણાવ્યું કે જેવી રીતે શરીર જકડાય જવાથી તેને મુક્ત થવાની ઈચ્છા થાય છે તેવી જ રીતે આપણી આત્મા તો જન્મ જન્મથી શરીરનાં બંધનમાં છે અને આ આત્માની મુક્તિ માત્ર નિરાકાર પ્રભુની જાણકારીથી જ સંભવ છે.જ્યારે આપણને આપણા નિજ ઘરની જાણકારી થઈ જાય છે ત્યારે જ આપણી આત્મા મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.આ ઉપરાંત બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશની મનમાં વ્યાપ્ત સમસ્ત નકારાત્મક ભાવોને દુર કરી ભયમુક્ત જીવન જીવવાનું શિખવે છે અને ત્યારે આપણો લોક સુખી તેમજ પરલોક સુહેલો બને છે.બ્રહ્મજ્ઞાન દ્વારા કર્મોનાં બંધનોથી મુક્તિ સંભવ છે કારણ કે એનાથી આપણને પ્રભુની રજામાં રહેતા આવડી જાય છે.
જીવનના દરેક પાસા આપણા વિચાર પર જ આધારિત હોય છે જેનાથી કાર્ય ના થવા કે ન થવા પર આપણને ઉદાસ કે ચિંતિત કરે છે એટલે તેની મુક્તિ પણ નિરાકાર પ્રભુનો આશરો લઈને જ સંભવ છે.
સંત નિરંકારી મિશન દ્વારા પ્રતિ વર્ષ ૧૫ ઓગસ્ટ એટલે કે ‘સ્વતંત્રતા દિવસ‘ ને ‘મુક્તિ પર્વ‘ ના રૂપમાં મનાવવામાં આવે છે.આ દિવસ જ્યાં પરાધીનતાથી મુક્ત કરાવવાવાળા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓને નમન કરવામાં આવે છે ત્યાં બીજી તરફ આધ્યાત્મિક જાગૃતતાના માધ્યમથી પ્રત્યેક જીવ આત્માને સત્ય જ્ઞાનની દિવ્ય જ્યોતિથી પરિચય કરાવવા વાળી દિવ્ય વિભૂતિઓ શહનશાહ બાબા અવતાર સિંહ જી,જગત માતા બુદ્ધવંતી જી,નિરંકારી રાજમાતા કુલવંત કૌર જી, સદગુરુ માતા સવિંદર હરદેવ જી તેમજ અન્ય ભક્તોને શ્રદ્ધા સુમન અર્પિત કરતા તેમના જીવનથી દરેક ભકતો દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરવામાં આવે છે.
૧૫ ઓગસ્ટ,૧૯૬૪થી જ આ દિવસ જગતમાતા બુદ્ધવંતીજીને, ત્યારબાદ ૧૯૭૦થી શહનશાહ બાબા અવતારસિંહજી દ્વારા સંત નિરંકારી મિશનની રૂપરેખા તેમજ મિશનને પ્રદાન કરેલી તેમની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ માટે નિરંકારી જગત સદૈવ જ તેમનું ઋણી રહેશે.સને ૧૯૭૯માં સંત નિરંકારી મંડળના પ્રથમ પ્રધાન લાભસિંહજી એ જ્યારે તેમના નશ્વર દેહનો ત્યાગ કર્યો ત્યારથી બાબા ગુરુબચન સિંહજી એ આ દિવસને ‘મુક્તિ પર્વ‘ નું નામ આપ્યું. મમતાની દિવ્ય છબી નિરંકારી રાજમાતાકુલવંત કૌર જી એ પોતાના કર્મ તેમજ વિશ્વાસથી મિશનના દિવ્ય સંદેશને જન જન સુધી પહોંચાડ્યો અને ઓગસ્ટ મહિનામાં જ તેમણે પણ પોતાના નશ્વર દેહનો ત્યાગ કર્યો.માતા સવિંદર હરદેવજી એ સદગુરૂ રૂપમાં મિશનની બાગડોળ સન ૨૦૧૬ માં સાંભળી.તેમના પહેલા ૩૬ વર્ષ સુધી તેમને નિરંતર બાબા હરદેવસિંહજી મહારાજની સાથે દરેક ક્ષેત્રમાં પોતાનો પુર્ણ સહયોગ આપ્યો અને નિરંકારી જગતનાં પ્રત્યેક શ્રદ્ધાળુઓને તેમના વાત્સલ્યથી લાભાન્વિત કર્યા,તે પ્રેમ,કરૂણા અને દૈવી શકિતની એક જીવંત મિસાલ હતા.
અંતમાં સદગુરૂ માતાજી એ દરેકના માટે મંગલકામના કરતા કહ્યું કે જ્યારે આપણે નિરાકાર પરમાત્માને જીવનનો આધાર બનાવી લઈએ છીએ ત્યારે સેવા,સુમિરણ,સત્સંગને આપણે પ્રાથમિકતા આપતા આ પ્રભુના રંગમાં પોતાને રંગી લઈએ છીએ જેથી આપણે અહંકારની ભાવનાથી મુક્ત થઈ જઈએ છીએ.
સંત સમાગમમાં સદગુરૂ માતા સવિંદર હરદેવજીના વિચારોનો સંગ્રહ “યુગ નિર્માતા” પુસ્તકનું વિમોચન નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)


