Gujarat

મુખ્યમંત્રીએ ડીઆઈએસએચએ સિસ્ટમનું લોન્ચિંગ કર્યું

અમદાવાદ
ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અર્થતંત્રને ગતિમય રાખતા શ્રમિકોને કામકાજના સ્થળે જવા-આવવાની સુગમતા માટે ગો-ગ્રીન યોજના અંતર્ગત ઇલેકટ્રીક વ્હીકલ ખરીદી માટે સહાય આપવાની યોજનાની પણ વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, કોરોના મહામારીમાં લોકડાઉન સમયે ‘વન નેશન વન રેશન’ અન્વયે પરપ્રાંતિય શ્રમિકોને તેમના રાજ્યના રેશનકાર્ડ ઉપર આપણે ગુજરાતમાં અનાજ આપીને તેમના પરિવારને ભૂખ્યા સુવું ન પડે તેની કાળજી લીધી હતી. મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત વર્ષે યોજાઇ રહેલા આ શ્રમ પારિતોષિક વિતરણને આબાદ ભારતના નિર્માણમાં યોગદાન આપનારા અદના શ્રમિકોના સન્માનનો અમૃત અવસર ગણાવ્યો હતો. શ્રમિકો માટે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને પારદર્શી અને સરળ બનાવતી ડીઆઈએસએચએ એપનું લોંચીંગ પણ મુખ્યમંત્રીએ કર્યુ હતું.રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વકર્મા જયંતિના પર્વે સોમવારે આવા શ્રમયોગીઓને શ્રમ રત્ન, શ્રમ ભૂષણ, શ્રમ વીર અને શ્રમ – શ્રમ દેવી પુરસ્કારો અન્વયે પ્રતિકરૂપે ૧૬ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં આ વર્ષે આવા ૬૪ પુરસ્કારો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વકર્મા જયંતિની શુભેચ્છા પાઠવતાં આ અવસરે જણાવ્યું કે, પોતાના શ્રમ, પરિશ્રમ અને પરસેવાથી ઉદ્યોગ, વેપાર, મેન્યૂફેકચરીંગ સેક્ટરમાં ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવનારા પાયાના પથ્થર એવા શ્રમિકો માટે ‘શ્રમ એવ જયતે’ અને ‘હર હાથ કો કામ હર કામ કા સન્માન’નો મંત્ર વડાપ્રધાનએ આપ્યો છે.ર્ સાથે જ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત શ્રમ પારિતોષિક વિતરણ અને ડીઆઈએસએચએ સિસ્ટમનું લોંચીંગ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ઉદ્યોગકારો-રોકાણકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યુ છે તેના મૂળમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને રાજ્ય સરકારના સાનુકૂળ અભિગમ ઉપરાંત લેબર પીસ-શ્રમ શાંતિનો પણ મહત્વનો ફાળો રહેલો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાત દેશમાં સૌથી ઓછા મેન ડેયઝ લોસ ધરાવતું રાજ્ય છે. શ્રમિકોના સક્રિય સહયોગ અને રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને શ્રમિક કલ્યાણ બાબતોમાં દેશમાં અગ્રેસર છે.

Chief-Minister-Bhupendra-Patel.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *