Gujarat

મોરબીમાં ચાચાવદરડા ગામે જુગાર રમતા પાંચ આરોપીને મિયાણા પોલીસ ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધા

મોરબી
મોરબી જિલ્લાની માળીયા મિયાણા પોલીસ ટીમે ચાચાવદરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં તિનપતિનો જુગાર રમતા પાંચ આરોપીઓને રૂ. ૩૮ હજાર ૫૦૦ રોકડા સહિત કુલ ૨.૫૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. માળીયા તાલુકાના ચાચાવદરડા ગામ જવાના રસ્તે હનુમાનજી મંદીર પાસે લીંબડાના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામા જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડતા આરોપી જયંતીઇ વાઘજીભાઇ વરસડા, કરશન જલાભાઇ ભુંડીયા, શીવુભા દિલુભા જાડેજા, વિરેન્દ્ર ધનશ્યામસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ હનુભા જાડેજાને તિનપતિ રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગાર દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂપીયા ૩૮ હજાર ૫૦૦ અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૫ કિંમત રૂપિયા ૨૦ હજાર ૫૦૦ તથા ડસ્ટર કાર કિંમત રૂ.૨ લાખ મળી કુલ રૂપિયા ૨.૫૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Five-gamblers-were-caught-red-handed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *