Gujarat

યુવતીના ૧૮ તેમજ યુવકના ૨૧ વર્ષ પહેલા લગ્ન કરવા એ ગેરબંધારણીય

આ પ્રકારના બાળ લગ્ન માટે  ૨ વર્ષની સખત કેદ તથા રૂ.૧ લાખના દંડની જોગવાઇ

 

બાળ લગ્ન અટકાવવા તંત્રને જાણ કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અપીલ કરાઇ

 

જામનગર તા.૨૦ એપ્રિલ, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પુર્ણ કર્યા પહેલા અને પૂરૂષ બાળકના ૨૧ વર્ષ પુર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન આ અધિનિયમ મુજબ બાળ લગ્ન છે જે બિન જામીનપાત્ર ગુનો બને છે તેમજ આવા બાળ લગ્ન કરાવે, સંચાલન કરે સુચના આપે પ્રોત્સાહન આપે મદદગારી કરે ભાગ લે તે દરેક વ્યક્તિઓ, આ અધિનિયમ ની કલમ  ૯,૧૦ અને ૧૧ (૧), (૨) અન્વયે ૨  વર્ષની સખત કેદની સજા અને રૂ ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે

 

નીચેના સરનામે નાગરિકો બાળ લગ્નના આયોજન અંગેની જાણ કરી શક્શે

 

જામનગર જિલ્લામા આપના વિસ્તાર, ગામ, કે ફળીયામાં, જો કોઈ બાળ લગ્નનું આયોજન કરેલ હોય કે બાળ લગ્ન કરતા હોય તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી નીચે મુજબ સરનામે અથવા સામેલ નંબર ઉપર આપ શકો છો.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં.૩૩ જિલ્લા સેવા સદન-૪ રાજ પાર્ક, વિક્ટોરિયા પુલ પાસે, રાજકોટ રોડ, જામનગર ફોન નં.૦૨૮૮ ૨૫૭૦૩૦૬ અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. ૬૧, જિલ્લા સેવા સદન-૪ રાજ પાર્ક, વિક્ટોરીયા પુલ પાસે, રાજકોટ રોડ, જામનગર ફોન નં. ૦૨૮૮ ૨૫૭૧૦૯૮ અથવા આપના નજીકના પોલીસ સ્ટેશને અથવા ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ પર સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દ્વારા અપીલ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *