Gujarat

યુવા અઘિકારી ન્યાય ચળવળ ના ભાગરૂપે આજ રોજ મહેનતુ યુવા ઉમેદવારો દ્વારા અંનેક વખત ગુજરાત માં પેપર ફૂટવાની બાબત ને લઈ ને છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ને આવેદન પત્ર આપવામા આવ્યું,

અત્યારે જે વન રક્ષકની પરીક્ષા તારીખ ૨૭-૩-૨૦૨૨ ના રોજ લેવાયેલી એ પરીક્ષામાં થયેલ ગેરરીતીની તપાસ કરવામાં માટે આજ રોજ યુવા ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ ને આવેદન પત્ર આપવામાં આવ્યું, વનરક્ષકની પરીક્ષા ૨૦૧૮ માં જાહેર થયેલી પરીક્ષા ૪ વર્ષ બાદ તા. ૨૭/૦૩/૨૦૨૨માં લેવાઈ. તેમ છતાં સરકારની ઘોર બેદરકારી અને અણ-આવડતના કારણે ગેરરીતી થઈ છે. તેના કારણે અંદાજિત ૫,૬૦,૦૦૦ યુવાનોનું ભાગ્ય જોખમાયુ છે. સરકાર ગુના છુપાવવા આ વનરક્ષક પરીક્ષામાં થયેલ બનાવને કેસને કોપી કેસમા સમાવીને સમગ્ર ગુજરાતના યુવાનો સાથે રાજકીય રમત રમી અને વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરી રહ્યા છે. જો આ વનરક્ષક પરીક્ષાની ઘટનાની યોગ્ય નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તો આનાથી વધારે સત્ય અને તથ્ય બહાર આવી શકે તેમ છે. આ સિવાયના અન્ય  આધારપુરાવા જે વિદ્યાર્થીઓ દ્વારા પુરાવા મળેલ છે જેમા નાની મોટી છેતરપિંડી અને ચિટીંગનો ઉલ્લેખ છે. તો આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલકેટર ને આવેદન પત્ર આપી રજુવાત કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *