Gujarat

રાજકોટના ગોંડલમાં કારે બે વાહનોને અડફેટે લેતા ૧નું મોત

રાજકોટ
રાજકોટના ગોંડલ શહેરના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર સવારના ભાગે પુરપાટ વેગે આવતી એન્ડેવર કારે બે બાઈકને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘુસી હતી. જ્યાં ઉભેલા ૭૦ વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર કાર કાળ બનીને ત્રાટકી હતી, જેને પગલે ઇકબાલભાઈનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતકના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ગોંડલ શહેરના રાજમાર્ગો ઉપર ટ્રાફિકજામની સમસ્યા દૂર થવાનું નામ લઈ રહી નથી. ત્યારે શહેરમાં બેફામ કાર ચાલકની બેદરકારી સામે આવી છે. જ્યાં વિક્રમસિંહજી કોમ્પલેક્ષ રોડ પર બેફામ કાર ચાલકે ૪ સેકન્ડમાં બે બાઈકને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના બની હતી. જ્યાં એક વૃદ્ધની માનવ જિંદગી હોમાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ હતી.આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Endeavor-Carr-hit-two-bikes-in-just-4-seconds.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *