રાજકોટ
રાજકોટમાં વધુ એક વખત મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ આરએમસીના ડેલમાંથી એક ભ્રુણ હોવાની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતા આ ભ્રુણ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ ભ્રુણ લગભગ ૫ મહિના આસપાસ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સવારે મળી આવેલ ભ્રુણ લગભગ પાંચેક માસનું હોવાનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.રાજકોટ શહેરના સંતકબીર રોડ પર આવેલ આરએમસીના ડેલામાંથી મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું છે. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે મૃત હાલતમાં મળી આવેલ ભ્રુણ અંગે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

