Gujarat

  રાજકોટની જળક્રાંતિ ટ્રસ્ટ અને સ્થાનિક આદિવાસીઓના શ્રમદાનથી દેશનું સૌપ્રથમ વ્યસન મુકત  અને જળક્રાંતિ લાવી દિવ્યગ્રામ બનેલ ભેખડીયા ગામેં યોજાયેલ દિવ્યગ્રામ મહાસંમેલન કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરષોતમ રૂપાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

રાજકોટ જીલાના વેરાવળ ના જળક્રાંતિ ટ્રસ્ટના સહયોગ અને દાતાઓની આર્થિક સહાયથી રાજ્યના સરહદી અને આદિવાસી પછાત ગણાતા એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું ભેખડીયા ગામ કે જયાં સ્થાનિક આદિવાસી લોકોના શ્રમદાનથી 21 જેટલા ચેકડેમ ખુબજ અલ્પ ખર્ચમાં બનાવી જલક્રાંતિ લાવી અને આદિવાસી પ્રજાને દેવપ્રજા તરફ વાળી દેશનું સૌ પ્રથમ વ્યસનમુક્ત બનેલ એવા ભેખડીયા ગામની કેન્દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આજે ભેખડીયા ગામે યોજાયેલ દિવ્યગ્રામ મહા સંમેલનમા હાજરી આપી ટ્રસ્ટના પ્રમુખ અને દાતાઓનું સન્માન કર્યું હતું,
કવાંટ  તાલુકાના ભેખડીયા ગામે રાજકોટની જળ ક્રાંતિ ટ્રસ્ટ અને અન્ય દાતાઓના આર્થિક સહયોગ તેમજ ગ્રામજનોના શ્રમદાનથી ગામમાં ઓછા ખર્ચે  21 જેટલા ચેકડેમ ઊભા કરાયા છે, સરકારની કોઈપણ સહાય વિના ચેકડેમ નિર્માણ થતા ગામમાં પીવાના અને ખેતીના પાણી ની સુવિધા ઉપલબ્ધ થઈ છે. તો જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રયાસોથી ગામમાં આદિવાસીઓના ઉત્થાન માટે વિવિધ કર્યો કરી100 જેટલી કાંકરેજી ગાયો પાળી પ્રાકૃતિક કૃષિ તેમજ રોજગાર લક્ષી પશુપાલન ની સુવિધાઓ ઉભી કરાઈ છે. ગામમાં બિનજરૂરી બાવળના વૃક્ષો દૂર કરી ફડાઉ વૃક્ષો વાવ્યા છે.  એટલું જ નહીં વ્યસન મુક્તિ અભિયાનને લઈ સમગ્ર ગામ પાન , મસાલા, સિગરેટ, બીડી કે દારૂ જેવા વ્યસનોથી દૂર થયા છે. ગામમાં એકપણ શખ્સ વ્યસન કરતો નથી ના કે ગામમાં કોઈ પાન મસાલા સુધ્ધાંનું વેચાણ કરે છે. આમ જલક્રાંતિ ટ્રસ્ટ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ભેખડીયા ગામ દિવ્યગ્રામ બન્યું છે. આ દિવ્યગ્રામ બનવા પાછળ આર્થિક સહયોગ કરનારાઓનું આજે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પુરષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા અને જલક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુહાગિયા સહિત ગામને દિવ્યગામ બનાવવામાં આર્થિક સહયોગ આપનાર દાતાઓનું મંત્રીના હસ્તે સન્માન  કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1664200722783.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *