રાજકોટ
રંગીલું રાજકોટને જાણે નજર લાગી ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે હાલ રોજ કોઈને કોઈ બાબતે રાજકોટમાં અઘટિત ઘટનાઓ સામે આવી રહી છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી. રાજકોટ શહેરમાં થયેલા જૂથ અથડામણ બાદ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ફરિયાદ નોધાતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અત્યારસુધી બંને પક્ષે ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં માથાભારે શખ્સોને પોલીસનો સહેજ પણ ભય નહોય તેવો ઘાટ સર્જા?યો છે. લુખ્ખાઓ બેફામ બન્યા છે. અને દરરોજ એવી ઘટનાઓ બને છે કે પોલીસની આબરૂના ધજાગરા ઉડે છે. અને લોકો પરેશાન થાય છે.
