Gujarat

રાજુલા નજીક જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા

અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા નજીક જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતો. પોલીસે રૂ. ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ રાજુલા પોલીસ દ્વારા જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ અમરેલી એસપી હિંમકરસિંહ, ડીવાય એસપી એચ.બી.વોરા દ્વારા અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બંદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડ કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેને લઈ રાજુલા પી.આઈ.અંકુર દેસાઈ અને પોલીસ સ્ટાફ દ્વારા રાજુલાના હિંડોરણા બીટ વિસ્તારમાં ઠાકરધણી હોટેલ પાસે જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા ચાર શખ્સોની રોકડા રૂ.૧૨ હજાર ૮૭૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂદ્ધ રાજુલા પોલીસ દ્વારા જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *