Gujarat

રાણપુરમાં ગૌચર માં દબાણ નહી હટાવાતા ભાજપના આગેવાનોએ ટી.ડી.ઓ.ને ઉગ્ર રજુઆત કરી…

ગૌચરમાં દબાણ હટાવવા,રાણપુરના રોડ-રસ્તા સારા કરવા,સાંસદે ફાળવેલ વૈકુઠ રથ બાબતે તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ…
બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાજપના આગેવાનો તેમજ હોદ્દેદારો તાલુકા પંચાયત ખાતે ટી.ડી.ઓ.ને રજુઆત કરવા પહોચ્યા હતા કે છેલ્લા કેટલાય સમયથી ગૌચર માં કરેલા દબાણો હટાવવાની વાતો ચાલે છે પણ સ્થાનિક તંત્ર દ્વારા ગૌચર હટાવવા બાબતે કોઈ જ પગલા નહી લેતા પશુપ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.મળતી માહીતી મુજબ અને લોકમુખે ચાલતી ચર્ચા મુજબ કલેક્ટર દ્વારા ગૌચર હટાવવાની રાણપુર તંત્ર ને અનેક વાર કહેવામાં આવ્યુ હોવા છતા સ્થાનિક તંત્રની બેદરકારી ને કારણે કોઈ ને કોઈ બાના બતાવી ગૌચર માં દબાણ નથી હટાવતા.તેમજ રાણપુર શહેર માં અનેક વિસ્તારોમાં રસ્તા બિસ્માર હાલતમાં છે જે તમામ રસ્તાઓ બનાવવા તેમજ સુરેન્દ્રનગર લોકસભા ના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા એ રાણપુર શહેરમાં વૈકુઠ રથ(સબ વાહીની)આપ્યો છે જે આજદીન સુધી તંત્ર દ્વારા રાણપુર ને નહી ફાળવાતા રામાભાઈ ગાંગડીયા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,ભાજપના આગેવાન નરેન્દ્રભાઈ દવે,જીલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળા,મનિશભાઈ ખટાણા,તાલુકા પંચાયતના ઉપ
પ્રમુખ ગોવિંદભાઈ ઠોળીયા,તાલુકા પંચાયતના સદસ્ય ઈશ્વરભાઈ પંચાળા,ભાજપના આગેવાન જગદીશભાઈ જાંબુકીયા,કનકબેન સાપરા સહીતના ભાજપના આગેવાનોએ રાણપુર તાલુકા પંચાયત ખાતે ટી.ડી.ઓ.ને આ તમામ પ્રશ્નો નું ઝડપથી નિરાકરણ લાવવા ઉગ્ર રજુઆત કરી હતી.જ્યારે ગૌચર માં દબાણ હટાવવા બાબતે આગામી તારીખ-2-9-2022 ના રોજ મોટી સંખ્યામાં લોકો ને સાથે રાખી રાણપુર મામલતદાર અને ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવશે તેવુ રામાભાઈ વજેકરણભાઈ ગાંગડીયા એ જણાવ્યુ હતુ…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

20220830_124932.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *