Gujarat

જેતપુરમાંથી 180 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો

જેતપુરમાંથી પોલીસે દારૂ સાથે એક આરોપીઝડપી પાડ્યો છે. આરોપી બોખલા દરવાજા પાસે પડતર મકાનમાં દારૂનો જથ્‍થો રાખી વહેચતો જેથી દારૂની 180 નંગ બોટલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.
બનાવની વિગતો મુજબ શહેર પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બાતમી મળેલ કે ભોજાધાર વિસ્‍તારમાં રહેતો ઇમરાન અબ્‍દુલ બ્‍લોચ બોખલા દરવાજા જલારામ કિરાણા વાળી ગલીમાં આવેલ પડતર મકાનમાં દારૂનો જથ્‍થો રાખી વહેચતો હોય જે આધારે દારૂની રેડ કરતા ઇંગ્‍લીશ દારૂની બોટલો નંગ ૧૮૦ સાથે ઇમરાન અબ્‍દુલ બ્‍લોચને પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા દારૂનો જથ્‍થો જુનાગઢના ફનીફ સાહેબ માજલવાણી પાસેથી લાવેલ હોવાનું કબુલ કરતા પોલીસે બંને વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

IMG-20220831-WA0070.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *