કોમી એકતા નો સંદેશ સાથે
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કનારા ખાતે આવેલ લક્ષ્મી સ્ટીલ ના માલીકે ગુરૂપૂર્ણિમાં ની ઉજવણી કોમી એકતા નો સંદેશ આપી અનોખી રીતે ઉજવણી કરી હતી.લક્ષ્મી સ્ટીલના માલીક ધર્મેન્દ્ર ગુપ્તાએ ગુરૂપૂર્ણિમાં ના રોજ રાત્રે લક્ષ્મી સ્ટીલ ખાતે રાણપુરના વડીલ બ્રાહ્મણ ભાસ્કરભાઈ જોશી,ડો.ધરાબેન ત્રિવેદી ,મુસ્લિમ સમાજના મૌલવી દીલદારબાપુ તેમજ બોટાદ જીલ્લા સી.પી.આઈ.-એસ.બી.ચૌધરી તથા રાણપુર પી.એસ.આઈ.-એસ.ડી.રાણા,કનારા સરપંચ મેરૂભા પરમાર સહીતના વડીલો નું ધર્મેન્દ્ર ગુપ્તાએ કંકુ નો ચાંદલો કરી હાર પહેરાવી મોઢુ મીંઠુ કરાવી સાલ ઓઢીડી સન્માન કરી આશિર્વાદ મેળવી ગુરૂપૂર્ણિમાં ઉજવી કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે રાણપુરમાં આવેલ લક્ષ્મી સ્ટીલના માલીક અને યુવાન જે ઉદાર જીવ રાખતા આવ્યા છે.હિન્દુ-મુસ્લિમ સમાજ નો કોઈપણ તહેવાર હોય ત્યારે લક્ષ્મી સ્ટીલ દ્વારા કોમી એકતા સાથે ઉજવણી કરવામાં આવે છે.અને તેઓ દ્વારા માનવતાવાદી અને સેવાકીય તેમજ સામાજીક કાર્યો સતત કરી રાણપુર પંથકમાં સારૂ એવુ નામ મેળવેલ છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

