Gujarat

રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાની બ્રાંચને નેશનલ હેડ ક્વાર્ટર નવી દિલ્હી તરફથી આધુનિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચને નેશનલ હેડ ક્વાર્ટર નવી દિલ્હી તરફથી આધુનિક એમ્બ્યુલન્સ પ્રાપ્ત થતાં રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના સેવામાં અભિવૃદ્ધિ થઈ. આમ તો સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટીનાં સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ પણ પોતે બ્લડ કેમ્પ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને અમરેલી જિલ્લામાં પણ  રક્તદાન પ્રવૃત્તિ ક્ષેત્રે પણ સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટી અગ્રેસર રહે છે. જો કે સાવરકુંડલા શહેર એક લાખ કરતાં વધુ વસ્તી ધરાવતું શહેર પણ છે અને અહીંના લોકો પણ ખૂબ સેવાભાવી અને માનવતાવાદી હોવાથી મોટા ભાગના રક્તદાન કેમ્પમાં ખાસ્સું રક્ત એકત્રિત થાય છે..આમ તો રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાનું રક્તદાન અને ચક્ષુદાન સંલગ્ન સેવાપ્રવૃત્તિમાં  સમગ્ર ગુજરાતમાં સારું નામ છે અને તેની આ પ્રવૃત્તિની નોંધ લઈને જ નેશનલ હેડ ક્વાર્ટર નવી દિલ્હી તરફથી આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ અત્યંત સુવિધા સજ્જ હોય ખૂબ ગંભીર પ્રકારના દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવા માટે ખૂબ આશિર્વાદરૂપ સાબિત થશે. આ એમ્બ્યુલન્સ આઈ. સી. યુ. સુવિધાયુકત છે. હવે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થશે એટલે રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાની સેવામાં ચાર ચાંદ લાગશે અને અનેક ગંભીર પ્રકારના દર્દીઓના જીવ બચાવવામાં આ એમ્બ્યુલન્સ પણ નિમિત્ત બનશે..

IMG-20221107-WA0002.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *