Gujarat

લીલીયા ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને કુલ કિં.રૂ.૪૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૧૭/૧૨/૨૦૨૨ નાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા ટાઉનમાં હવેલી શેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, ચારેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
→ પકડાયેલ આરોપીઃ-
(૧) સાહીદ સુલેમાનભાઇ બાવનકા, ઉ.વ.૩૭, રહે.મોટા લીલીયા, સંધીવાડા, તા.લીલીયા, જિ. અમરેલી,
(૨) જાકીર ભીખુભાઇ સીરમાન, ઉ.વ.૩૦, રહે.મોટા લીલીયા, સંધી સોસાયટી, તા.લીલીયા, જિ.અમરેલી. (૩) મુબારક હસનભાઇ સુમરા, ઉ.વ.૩૭, રહે.મોટા લીલીયા, ગઢ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી,
(૪) ગોપાલ દાનાભાઇ ત્રાડ, ઉ.વ.૨૮, રહે.મોટા લીલીયા, ભરવાડ શેરી, તા.લીલીયા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૪૦,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૨, કિં.રૂ.૫,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૪૬,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ. સુખદેવભાઇ ગોંડલીયા, તથા પો.કોન્સ. મહેશભાઇ મુંધવા, સલીમભાઇ ભટ્ટી, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20221218-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *