Gujarat

લોહાણા યુવા સંગઠન જુનાગઢ અને સાવરકુંડલા લોહાણા સમાજ અગ્રણીઓ દ્વારા જુનાગઢ ખાતે મહાશિવરાત્રીનાં પર્વ પર નીકળેલી ભગવાન ભોળાનાથના રવેડી રૂટ પર વિવિધ પ્રકારની આકર્ષક લાઈવ રંગોળી દોરી ધર્મપ્રેમી લોકો અને સાધુ-સંતોનું સ્વાગત કર્યું.

સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
લોહાણા યુવા સંગઠન‌ જુનાગઢ તેમજ સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણીઓએ ભગવાન ભોળાનાથ મહાદેવની રવેડી રૂટમાં જ્યાંથી મહાદેવની શોભાયાત્રા નીકળી ત્યાંથી શરૂઆત કરીને વિરામ થાય ત્યાં સુધીમાં ‌અલઞ અલઞ લાઈવ રંગોળીનું આયોજન કરેલ હતું અને રંગોળીને નામ પણ આપેલા હતા , સાવરકુંડલા પરીવાર, સાવરકુંડલાના નાવલીના નીર, સાવરકુંડલા સત્સંગ મંડળ, સાવરકુંડલા ઘનશ્યામ મશરૂ પરીવાર, સાવરકુંડલા પ્રકાશભાઈ વણજારા પરીવાર, સાવરકુંડલા પંકજભાઈ તન્ના પરીવાર, સાવરકુંડલા  ધ્રુવીલ રાયચુરા પરીવાર,વડાળ યશ કોટક પરીવાર, જુનાગઢના કમિશનર રાજેશભાઈ તન્ના સાહેબ, જુનાગઢ પોલીસ પરીવાર, જુનાગઢ મહાનગરપાલિકા પરીવાર અને સાવરકુંડલા પરીવાર એમ વિવિધ નામોથી સુસ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં સાવરકુંડલાથી આવેલા પંકજભાઈ તન્ના, સ્મીત
વણજારા,ધ્રુવીલ રાયચુરા,સાઞર નગદીયા ,મલય વણજારાએ  તન મન ધનથી ભારે જહેમત ઉઠાવી હતી. આ‌ કાર્યક્રમને લોહાણા યુવા સંગઠન‌ જુનાગઢ , લોહાણા મહાજન જુનાગઢ તેમજ સાવરકુંડલા લોહાણા મહાજન  અને  સાધુ-સંતોએ અને અહીં પધારેલ ધર્મપ્રેમી બંધુઓએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે પધારેલા સર્વોનો સાવરકુંડલા લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂએ  આભાર માન્યો હતો

IMG-20220303-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *