Gujarat

વડોદરાના માંડવી એસબીઆઈની હેડ ઓફિસ ગ્રાહકો માટે ઓફલાઈન કામગીરી બંધ

વડોદરા
વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી એસબીઆઈની હેડ ઓફિસમાં કેટલાક કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગતા ગ્રાહકો માટે ઓફલાઇન કામગીરી બંધ કરાઇ છે. કોરોનાના કેસને પગલે કામગીરી બંધ કરાઇ હોવાનુ બોર્ડ માર્યુ છે. ગ્રાહકોને ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા માટે બોર્ડ લખીને અપલી કરાઇ છે. શહેરમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થતાં તંત્રએ ટેસ્ટિંગ વધાર્યું છે. મંગળવારે કરવામાં આવેલા ૧૦,૩૬૭ ટેસ્ટિંગમાં ૧૬૭૦ લોકોને કોરોના હોવાનું નિદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે પહેલી લહેરમાં વડોદરા શહેરમાં સૌથી વધુ ૧૩૫ કેસ નોંધાયા હતા. ત્યારબાદ શરૂ થયેલી ઘાતક એવી બીજી લહેરમાં ૫ મેના રોજ ૯૮૭ કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે ત્રીજી લહેરની શરૂઆતના સૌથી વધુ ૧૬૭૦ કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે. શહેરમાં ૧૦,૩૬૭ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૬.૧૦ ટકા પોઝિટિવિટી રેટ સાથે ૧૬૭૦ કેસ નોંધાયા હતા. ઉલ્લેખનિય છે કે, ૯ જાન્યુઆરીએ કોરોનાનો પોઝિટિવીટી રેટ ૩.૯૬ ટકા હતો, જે ૯ દિવસ બાદ ૧૮ જાન્યુઆરીએ ૪ ગણો વધીને ૧૬.૧૦ ટકા ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૮૨૧૦ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૭૯૮૮ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે ૨૨૨ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૧૬ દર્દીઓ વેન્ટિલેટર પર, ૪૬ દર્દીઓ આઇસીયુમાં અને ૬૯ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૬૬૮૦ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૧૬૭૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૮૪,૦૯૪ ઉપર પહોંચી ગઇ છે. મંગળવારે વધુ ૬૪૫ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૫,૨૬૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૪ દર્દીના મોત થયા છે.

Some-employees-at-SBIs-head-office-infected-Korona.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *