Gujarat

વડોદરામાં પતિએ પત્નીને તું જાડી છે કહી કાઢી મૂક્તા ફરિયાદ નોંધાઈ

વડોદરા
વડોદરાના મકરપુરા ખાતે પ્રતિષ્ઠિત કંપનીમાં એન્જિનિયર તરીકે જાેબ કરતા યુવકે પત્ની જાડી હોવાથી ઘરમાંથી કાઢી મૂક્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. ૧૧ વર્ષ પહેલાં લગ્ન કરનાર પતિની મરજી મુજબ પાતળા થવા પત્નીએ જિમ ચાલુ કર્યું તો પતિએ ફી વધારે છે તેમ કહી તે પણ છોડાવી દીધુ હતું. પરણિતાના લગ્ન ૨૦૧૧માં સમાજની ચોપડીમાંથી પસંદ કરાયેલા અખિલેશ જાેષી સાથે થયા હતા. લગ્નના એક સપ્તાહ સુધી મીરાનો ઘર સંસાર વ્યસ્થિત ચાલ્યો હતો. શરૂઆતમાં અખિલેશ મીરા સાથે સારો વ્યવહાર કરતો હતો, પણ સમય જતાં વ્યવહારમાં બદલાવ આવ્યો હતો. મીરા જાડી હોવાથી તે કહેતો હતો કે મને તારામાં રસ નથી, મને તો પાતળી છોકરીઓ ગમે છે પતિને ખુશ કરવા અને વજન ઘટાડવા મીરાએ જિમ ચાલુ કર્યું હતું અને જિમ જાેડાયા બાદ તેનું વજન પણ ઓછું થયું હતું. જાેકે જિમની ફી વધતાં અખિલેશે જિમ બંધ કરાવી દીધું હતું, જેથી મીરાએ ઘરે કસરત કરવાનું શરૂ કર્યું હતું. વૈવાહિક જીવનના કારણે મીરા ગર્ભવતી થઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન પણ અખિલેશ મીરાને હૂંફ આપવાને બદલે માનસિક ત્રાસ આપીને હેરાન કરતો હતો. દીકરીના જન્મ બાદ મીરાનું વજન ફરી વધતાં અખિલેશ તેને અવાર-નવાર મ્હેણા-ટોણા માર્યા કરતો હતો. ઘરવાળાની સમજાવટનો પણ અખિલેશ પર કંઈ અસર થતી ન હતી અને તે મીરાને માનસિક ત્રાસ આપ્યા કરતો હતો. અખિલેશ વાંરવાર મીરાને છૂટાછેડા આપવા માટે ધમકી આપતો હતો જેથી મીરાએ કંટાળીને અખિલેશ વિરૂદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સ્કૂટર શીખતી વેળા મીરાના પગમાં ફેક્ચર થયું હતું ત્યારે તું કેમ ઘરડા જેવું જીવન જીવે છે, એવા મ્હેણા મારી હેરાન કરી કાઢી મૂકી હતી. સસરાના સમજાવવાથી તે પરત આવી હતી. અખિલેશે ખુલાસો કર્યો કે, તું નથી ગમતી, મને પાતળી છોકરી ગમે છે. આથી મીરા પાછી પિયર ચાલી ગઈ હતી. પછી મીરાને જાણ થઈ કે અખિલેશના કાજલ નામની છોકરી સાથે સંબંધ છે, તેવો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

The-husband-fired-the-wife.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *