વડોદરા
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી કૈલાસધામ સોસાયટીમાં રહેતા જૈનિક રાણા આર્કિટેક્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને નવચંડી યજ્ઞામાં બેસવાનું હોવાથી તેઓ ગ્રાઉન્ડફ્લોરના બેડરૂમની તિજાેરીમાં મૂકેલા દાગીના લેવા માટે ગયા હતાં. આ વખતે તિજાેરીનું લોકર ખૂલ્લું જણાતા તેઓ ચોંકી ગયા હતાં. લોકરમાંથી રૂપિયા.૩.૪૦ લાખ કિંમતના સોના અને ચાંદીના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બપોરના સમયે તેમની માતા ઉપરના માળે અનાજ સાફ કરતા હતા અને ગ્રાઉન્ડફ્લોરની રૂમમાં લકવાગ્રસ્ત પિતા આરામ કરતા હતા ત્યારે ખુલ્લા દરવાજામાંથી અજાણ્યા શખ્સે પ્રવેશ કરી બેડરૂમમાંથી હાથફેરો કર્યો હતો. દરમિયાન બનાવ અંગે તેઓએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસની વિગતો આપતા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કિર્તી લાઠીયાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં ઘરમાં કામ કરવા આવતી મહિલા યોગીતા મહેન્દ્ર ઠાકરેની પૂછપરછ કરતા તેને પોતે જ દાગીના ચોરીની કબૂલાત કરી હતી. ચોરી કર્યાં બાદ ચોરીના દાગીના તેના પતિ મહેન્દ્રને આપ્યા હતા અને પતિએ આ દાગીના ફાઇનાન્સ કંપનીમાં મૂકી ગોલ્ડ લોન લીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેથી પોલીસે પતિ અને પત્ની બંનેની ધરપકડ કરી છે. સિટી પોલીસને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે દંપતીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી કૈલાસધામ સોસાયટીમાં રહેતા આર્કિટેક્ટના ઘરમાંથી બેડરૂમમાં મૂકેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ચોરી ઘરકામ કરતી મહિલાએ જ કરી હોવાનું બહાર આવતા પોલીસે મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે. અત્રે નોંધનીય છે કે, ચોરીના દાગીના કામવાળી મહિલાના પતિએ ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી લોન લીધી હતી. સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી દંપતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
