Gujarat

રાજકોટની આત્મીય યુનિ.ની હોસ્ટેલમાં ભોજનમાં વંદો નીકળતા રજૂઆત કરવા છતાં કોઈ પગલા નહીં

રાજકોટ
રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી સંચાલિત કે.કે.મહેતા હોસ્ટેલ ખાતે રહેતા જીજ્ઞેશ કોટેચાએ તેની રજૂઆતમાં કહ્યું છે કે, હોસ્ટેલ જાેવા આવ્યા ત્યારે અહીંના કાર્યકર્તાઓએ મીઠી વાણી બોલી હતી કે, ‘તમારા છોકરાને બહાર જવા માટે તમારી મંજૂરી જાેશે, પછી જ જવા દેશું, બીજે એડમિશન લેશે તો ખોટા વ્યસન અને ખરાબ સંગતે ચડશે’ એવા બોલ કહીને હોસ્ટેલમાં એડમિશન લેવડાવ્યું હતું. જાે કે સત્ય તો એ છે કે હોસ્ટેલમાં જમવાની વ્યવસ્થા અતિશય ખરાબ છે. જમવામાં ક્યારેક તો કીડા, મકોડા નીકળે છે, ચેવડા ઉપર કોક્રોચ ચાલતું ફરતું હોય, દાળ-ભાત માંથી કોક્રોચ નીકળવું અને મુખ્ય વસ્તુ પૌવાબટેકા માંથી બીડી નીકળવું આ બધું હોસ્ટેલની ઘોર બેદરકારી છે. આ અંગે અમે ફોટા સાથેનાં પ્રૂફ હોસ્ટેલનાં કર્તાહર્તા તુષારભાઈને બતાવ્યા હતા. છતાં તેમનો કઈ જવાબ આવ્યો નથી. એટલું જ નહીં ભોજનની ગુણવત્તા સુધારવા તુષાર પાઠકને કહ્યું તો તેમનો એવો જવાબ આવ્યો કે, તમારે રહેવું હોય તો રહો નહિતર જાવ અહીંથી. જે વિશ્વાસ સાથે અમારા વાલીએ અમને આ હોસ્ટેલમાં રાખ્યા હતા એ જ વ્યક્તિ આવો જવાબ આપે છે. અમુક લોકો હોસ્ટેલ છોડી જઈ શક્યા કા ણ કે તેમના વાલીઓ સમજી શક્યા છે. અને અમે અહીંયા છીએ અમારા વાલીઓ આ અંગે રેક્ટરને કોલ કરે ત્યારે પણ તેમને મીઠા શબ્દોની જાળમાં લઇ કઈક બહાનું આપી દે છે. જે લોકો ફરિયાદ કરવા ગયા એમને એવું કહે છે, ‘તમે હોસ્ટેલમાં રહેવા લાયક નથી’ અને અમે જાણે મફતમાં રહેતા હોય તેવું વર્તન કરે છે. ભોજન અને પાણી હંમેશા આરોગ્ય સાથે જાેડાયેલું હોય છે. ત્યારે ભોજનમાં બેદરકારીને કારણે જાે કોઈ વિદ્યાર્થીનું આરોગ્ય જાેખમમાં મુકાય તો જવાબદાર કોણ ? સહિતના અનેક સવાલો હાલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો અવનારો સમય જ બતાવશે.રાજકોટ શહેરની આત્મીય યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલનાં ભોજનમાં વંદો નિકળ્યાનો આક્ષેપ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ આ અંગે જવાબદારોને રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું પણ છાત્રએ જણાવ્યું હતું. આ કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે હોસ્ટેલના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *