Gujarat

વડોદરા લીમડા ગામના ફાર્મહાઉસના વહીવટકર્તાએ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને લાફો મારીને છેડતી કરી

વડોદરા
વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લીમડા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં બેસવા માટે જતાં હતા. આ અંગેની જાણ કોલેજના સિક્યોરીટીને કોઈ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી. જેથી એક યુવાન દ્વારા એક વિદ્યાર્થીની ઉપર સિક્યોરીટીને ફરિયાદ કરવાનો આરોપ મુકીને લાફો મારી દીધો હતો અને તેના ખભા ઉપર હાથ મૂકી છેડતી કરી હોવાનો મામલો વાઘોડિયા પોલીસ મથકમાં આવ્યો છે. આ બનાવની વિગત એવી છે કે, વાઘોડિયાની જાણીતી કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ લીમડા ગામ પાસે આવેલા પ્રદિપ ગોસ્વામીના ફાર્મ હાઉસમાં બેસવા જતા હતા. આ અંગેની જાણ કોલેજના સિક્યોરીટીને કોઈએ કરી હતી. કોલેજના સિક્યોરીટીને લીમડા ગામે ફાર્મ હાઉસમાં વિદ્યાર્થીઓ બેસવા જતાં હોવાની જાણ થતાં મામલો કોલેજના કાર્યાલય સુધી પહોંચ્યો હતો. દરમિયાન આ અંગેની જાણ પ્રદિપ ગોસ્વામીને થતાં તેણે પારૂલ કોલેજની એક વિદ્યાર્થિની ઉપર કોલેજના સિક્યોરીટીને ફરિયાદ કરવાનો આરોપ મુકીને લાફો મારી દીધો હતો અને તેના ખભા ઉપર હાથ મૂકીને છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ આ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે પ્રદિપ ગોસ્વામી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીને લીમડા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસના પ્રદિપ ગોસ્વામીએ લાફો મારી છેડતી કરી હોવાની વાત વાયુવેગે કોલેજમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે પ્રદિપ ગોસ્વામી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જાેકે, પ્રદિપ ગોસ્વામી હજુ પોલીસને હાથ લાગ્યો નથી. તે પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એમ. ઝાલા કરી રહ્યા છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *