બોટાદ જિલ્લાનાં રાણપુરમાં આવેલ મોડેલ સ્કુલના ઇન્ચાર્જ આચાર્ય કે.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૨ નાં ભાગરૂપે ચિત્રસ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાણપુર તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.જી.ચૌધરી,ઈન્ચાર્જ ફોરેસ્ટર એમ.જે.પરમારની ઉપસ્થિત રહી વન્યપ્રાણીનાં જતન અને સંવર્ધન માટે મનનીય વકતવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ડી.ડી.પરમારે કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા રાણપુર તાલુકા ઈન્ચાર્જ વનસંરક્ષક એમ.જે.પરમાર,એન.બી.મારવાડી,એમ.જી.સંઘરીયાત,જી.જી.પરમાર અને ડી.એસ.પરમાર, યુ.એ.મનસુરી કુ.ડી.એચ.આખજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.રાણપુર રેન્જ ફોરેસ્ટરે મોડલ સ્કુલના વિદ્યાર્થિઓને વન્યપ્રાણી વિશે માહીતી આપી અને ચિત્ર સ્પર્દ્યા માં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


