Gujarat

વલસાડના મોટાપોંઢામાં પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ આવાની ફરિયાદ સામે કાર્યવાહી

વાપી
વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં પેટ્રોલપંપ અને ગેસ એજન્સીની ક્ષતિઓ બહાર આવી છે. કાકડકોપરના પેટ્રોલપંપ પર મામલતદારની ટીમે રેડ કરતાં ૫ લિટરે ૫ એમ.એલ. પેટ્રોલ ઓછુ આપતાં રૂ.૩૧૨૫૭નો પેટ્રોલ-ડિઝનનો જથ્થો સિઝ કર્યો હતો. મોટાપોંઢામાં ઇન્ડેન ગેસ એજન્સીએ ખાલી સિલિન્ડરો હોવા છતાં સ્ટોક અંગેની કોઇ માહિતી ડિસ્પ્લે ન મુકતાં મામલતરની ટીમે કાર્યવાહી કરી હતી. કપરાડાના મામલતદાર વાય.આર.રાણા અને તેની ટીમે કાકડકોપરના બાલાજી પેટ્રોલપંપ પર રેડ કરી હતી. જયાં ૫ લિટરે ૫ એમ.એલ. પેટ્રોલ ઓછુ આપતાં હોવાનું બહારઆવતાં ૨૦૦ લિટર પેટ્રોલ, ૧૦૦ લિટર ડિઝલ મળી કુલ રૂ.૩૧૨૫૭નો જથ્થો સિઝ કર્યો હતો. જયારે મોટાપોંઢામાં ઇન્ડેન ગેસ એજન્સી પર પણ પુરવઠા વિભાગે રેડ કરી હતી. જેમાં ૧૮ ગેસ સિલિન્ડરો ઘર વપરાશના ભરેલા વધુ હતુ. લાયસન્સ ડિસ્પ્લે કરેલુ ન હતું.ગેસ સિલિન્ડરોનો જથ્થો,ભાવ સહિતની માહિતી ડિસ્પ્લે કરવામાં આવી ન હતી. મામલતદારની ટીમે ૧૮ ગેસ સિલિન્ડરો, ૮ ખાલી ગેસ સિલિન્ડરો મળી કુલ રૂ.૬૦૭૦૭નો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. મામલતદાર રાનાએ જણાવ્યું હતું કે રેડ અંગેનો અહેવાલ જિલ્લા પુરવઠા વિભાગને મોકલી દેવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી હવે જિલ્લા પુરવઠા વિભાગ કરશે. આમ કપરાડા તાલુકાના પેટ્રોલપંપ અને ગેસ એજન્સીમાં અનેક ક્ષતિઓ બહાર આવી છે. આ બંને મુદ્દે કપરાડા મામલતદાર પુરવઠા અધિકારીને રિપોર્ટ કરશે. ત્યારબાદ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી અંગે ર્નિણય લેવામાં આવશે.

Proceedings-for-giving-less-petrol-and-not-putting-up-a-display-by-the-gas-agency.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *